ગ્રામજનોએ માટીના ઢૂંઢીયા બાપા બનાવી ગામમાં યાત્રા કાઢી મોરબી : ઓણસાલ મેઘરાજાએ મોરબી સાથે રૂસણા લેતા ખેડૂતો અને ગ્રામજનો ચિંતાતુર બન્યા છે, ત્યારે વાંકડા ગામના વડીલો દ્વારા જૂની લોકવાયકા મુજબ મેઘરાજાને મનાવવા ઢૂંઢીયા બાપાની યાત્રા યોજી હતી. આપણે ત્યાં વર્ષો જૂની પરંપરા મુજબ મેઘરાજાને મનવવા માટે શ્વાનને લાડુનું ભોજન કરાવવું, દેડકા - દેડકીના લગ્ન કરવા જેવી અનેક માન્યતાઓ રહેલી છે ત્યારે મોરબીના વાંકડા ગામના ગ્રામજનો દ્વારા મેઘરાજાને મનાવવા માટે માટીના ઢૂંઢીયા બાપા બનાવી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંકડા ગામના ગ્રામજનો દ્વારા ઢૂંઢીયા બાપાના પૂજન અર્ચન બાદ ઢૂંઢીયા બાપાને સમગ્ર ગામમાં યાત્રાને ફેરવવામાં આવી હતી અને વહેલી તકે મેઘરાજા હેત વરસાવે તેવી પ્રાર્થના કરી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='26766,26767,26768']