મોરબી : મોરબીના ઉમિયાનગરમાં રહેતી સગીરાને ભગાડી જનાર પાડોશી શખ્સને પોલીસે રંગપર ગામ પાસે આવેલા કારખાનમાંથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી સગીરાને તેના વાલીપણામાંથી મુક્ત કરાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઉમિયાનગરમાં રહેતો દિનેશ અરજણભાઈ કોળી પડોશમાં રહેતી સગીરાને ભગાડી ગયેલ હતો. આ મામલે સગીરાની માતાએ શખ્સ સામે તેની સગીર વયની પુત્રીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. સગીરાની માતાની ફરિયાદના પગલે બી ડિવિઝન પોલીસે તપાસ આદરી હતી. બાદમાં બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે સગીરાને ઉપાડી જનાર શખ્સને મોરબીના રંગપર ગામ નજીક આવેલા કારખાનામાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે સગીરાને આરોપીના વાલીપણામાંથી મૂકત કરાવીને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.