મોરબીના રવાપર રોડ આવેલ સત્કાર પાર્ટી પ્લોટ નજીકના કૈલાસ એપાર્ટમેન્ટ માં રહેતા અને પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવતા ક્રાંતિકારી સેનાના સભ્ય આશીષ ગોવિંદભાઇ ઝાલરીયા બે વર્ષથી તેના જન્મદિનની ઉજવણી વિકાસ વિદ્યાલયની બાળા સાથે કરતા હતા અને લગ્ન પણ આ બાળકીઓને ભેટ આપી ઉજવવાનું નક્કી કર્યું હતું અને તેના ભાગરૂપે આશીષ ભાઈએ લગ્નમાં થતો ખોટો ખર્ચ કરવાને બદલે તે રકમ વિકાસ વિદ્યાલયની 101 બાળાઓને સોનાના દાણા આપ્યાં હતાં બાદમાં તમામને જમાડી હતી. આશીષની આ પહેલને મિત્રો અને પરિવાર જનોએ વધાવી હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='18370,18371,18372']