મોરબી : મોરબીના ત્રી મંદિર પાસે કોલસા ભરેલા ડમ્પરે પલટી મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ટ્રક પલટી મારતા ત્યાં પાર્ક કરેલી પાંચ જેટલી કારને નુકશાન થયું હોવાની વિગતો મળી છે. મોરબીના ત્રી મંદિર પાસે આજે સાંજના સમયે કોલસા ભરેલ ડમ્પરે કાવો મારવા જતા પલટી ખાઈ ગયો હતો.ડમ્પરે પલટી ખાઈ જતા તેમાં ભરેલ કોલસાનો જથ્થો બહાર નીકળી ગયો હતો. ઉપરાંત ત્યાં પાર્ક કરવામાં આવેલી ૫ જેટલી કારને નુકશાન પહોંચ્યું હતું. કાર પર કોલસાનો જથ્થો પડતા અમુક લોકો કારમાં ફસાઈ ગયા હતા. ત્યારે તેઓને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='27899,27900,27901']