મોરબી : ગઈકાલે રાત્રે મોરબીના શનાળા બાયપાસ પર અજાણ્યા વાહને હડફેટે લેતા ટંકારના હમીરપર ગામના આશાસ્પદ યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રીના સમયે મોરબીના શનાળા બાયપાસ પર ચાલીને જઇ રહેલા મૂળ ટંકારા તાલુકાના હમીરપર ગામના ધર્મેન્દ્રભાઈ અરજણભાઈ ભોરણીયા ઉ. ૪૫ ને ફાનવર્ડથી આગળ અજાણ્યા વાહને હડફેટે લેતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ઇજાગ્રસ્ત યુવાનની હાલત ગંભીર જણાતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વિશેષ તપાસ શરૂ કરી છે. akas