મોરબી : મોરબીના રોહિદાસપરામ યુવતીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આપઘાત કરવા પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે. મોરબીના વિસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં શ્વેતા રમેશભાઈ લોરિયા (ઉ.વ. ૨૦)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે યુવતીના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી બનાવની નોંધ કરી છે તેમજ યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.