મોરબી : મોરબીના રવાપર ગામે યુવાને ગકાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર ગામે આવેલા રામજી મંદિરની બાજુમાં રહેતા ભાર્ગવભાઈ પ્રમોદભાઈ પરમાર ઉ.વ.૨૨એ તેમના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને યુવાનના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.