અલગ રહેતી પત્નીએ બાળકો સાથે ફોનમાં વાત કરનાર પતિને ગાળો આપી ધમકી આપતા ફરિયાદ મોરબી : મોરબીના પીપળી ગામે ઉલટી ગંગા જેવા કિસ્સામાં અલગ રહેતા પતિ પત્ની વચ્ચે બાળકો સાથે વાત કરવા મુદ્દે માથાકૂટ થતા પત્નીએ પતિને ગાળો આપી ધમકી આપતા ફરિયાદ નોંધાઇ છે. પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ ગૌતમભાઇ સોમાભાઇ અંબાલીયા, રહે. પીપળી તા.જી.મોરબી વાળાને તેમના પત્ની અમીતાબેન બાબુભાઇ ચાવડા રહે. પીપળી, તા.જી.મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી અમીતાબેન ફરીયાદી ગૌતમભાઈના પત્ની થતા હોય અને તેઓથી અલગ તેના બાળકો સાથે રહેતા હોય ગૌતમભાઈએ પોતાના બાળકો સાથે બોલતા હોય તેમજ ફોનથી વાત કરતા હોય જે અમીતાબેનને સારૂ નહી લાગતા ફરીયાદી પાસે આવી ફરીયાદીંને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.