મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર ગઈકાલે રાત્રે બે બાઇક સામ સામે અથડાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઇંદીરામગર માં રહેતા સુદામસિંગ ઉર્ફ શેખર વાલ્મીકિસિંગ અને તેનો મિત્ર મીનકીકુમાર બંને બાઈક નમ્બર જી.જે.૧૨ એ એલ ૫૪૭૮ લઈને પીપળી રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને હડફેટે લેતા મીનકીકુમાર ને ગંભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું. ઘટના બાદ અજાણ્યો બાઈક સવાર નાસી ગયો હતો એ મામલે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.