ડાન્સ કલાસીસ ચલાવતા મયુર પઢીયાર ડાન્સ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી ચુક્યા છે મોરબી : મોરબીના મયુર પઢીયારે રાજકોટની ડાન્સ કોમ્પિટિશનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. મયુર પઢીયાર હાલ મોરબીમા ડાન્સ કલાસીસ ચલાવે છે. અનેક સ્પર્ધાઓમાં તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મોરબીનું ગૌરવ વધાર્યું છે. હાલ મોરબીમાં ડાન્સ કલાસીસ અને ગરબા કલાસીસ ચલાવતા મયુર અશોકભાઈ પઢીયારે તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ લાઇટ્સ કેમેરા ડાન્સ કોમ્પિટિશનમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યુ છે. અગાઉ પણ મયુર પઢીયારે ડાન્સિંગ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. તાજેતરમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં મોરબીના બે લીટલ માસ્ટરને પ્રથમ તાલીમ મયુર પઢીયાર દ્વારા આપવામાં આવી હતી. ઓનલાઈન ડાન્સ કોમ્પિટિશનમાં સિનિયર શ્રેણીમાં મયુર પઢીયારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કોમ્પિટિશનમાં ૩૫૭ જેટલા ડાન્સરોએ ભાગ લીધો હતો. મયુર પઢીયારની યુટ્યુબમાં ચેનલ પણ છે. આ ચેનલમાં તે પોતાની ખાસ ડાન્સ મુવના વિડીઓ અપલોડ કરે છે.