મોરબી : મોરબીના મકરાણીવાસમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી પરિણીતાના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મકરાણીવાસમાં રહેતી રેશ્માબેન મોસીનભાઈ ખોખર ઉ.વ.૨૫એ તેમના ઘરે કોઈ કારણોસર ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને પરિણીતાના આપઘાત પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.