મોરબી : મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર બાઈકમાં વિદેશી દારૂની ત્રણ બોટલ લઈને જતો શખ્સ પોલીસની હડફેટે ચડ્યો હતો. પોલીસે શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર અશોકાલય ઢાળ પાસે બાઈક પર વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂ.૯૦૦ લઈને જતો કાસમ દિલાવર સિપાઈ રહે. મકરાણી વાસ , બ્રાહ્મણની ભોજનશાળા પાછળ વાળા શખ્સને પોલીસે દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટોyo[/caption]