મોરબી : મોરબીના લૂંટાવદર ગામને લીલુંછમ બનાવવા ગામના યુવાનો દ્વારા અભિયાન હાથ ધરી લીમડા, આંબલી, પીપળો, પીપળ અને મહેંદી સહિતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. લૂંટાવદર ગામના કૈલાશનગર વિસ્તારમાં દિનબંધુ બાલાજી ગ્રુપ અને હિરેન,હર્ષદભાઈ, વિમલભાઈ ઝલરીયા સહિતના યુવાનો દ્વારા પર્યાવરણ બચાવવા માટે વૃક્ષ ઉછેરવા દ્રઢ સંકલ્પ કરી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. વધુમાં લૂંટાવદર ગામે હાથ ધરાયેલ વૃક્ષારોપણ ઝુંબેશ અંતર્ગત યુવાનો દ્વારા ૪૦૦ મહેંદી, આંબલી લીમડા, પીપળા સહિતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને જતન પૂર્વક ઉછેર કરવા પણ સંકલ્પ કરાયો હતો.