મોરબી : મોરબીના નવલખી રોડ પર લૂંટાવદર નજીક ગત રાત્રીના ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો મુજબ નવલખી રોડ પર આવેલા લૂંટાવદર ગામ નજીક પુરપાટ ઝડપે જતા ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતા જીપમાં સવાર ત્રણને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નવલખી રોડ પર પુરપાટ દોડતા ટ્રકના ચાલકો સામે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. વારંવાર સર્જાતા અકસ્માતથી લોકોમાં ભય સાથે રોષની પણ લાગણી જોવા મળી રહી છે.