મોરબી : મોરબીના લીલાપર રોડ પરથી આજે ૮ વર્ષનો દિવ્યાંગ બાળક મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેના વાલી વારસની શોધખોળ આદરી છે. મોરબીના લીલાપર રોડ પરથી આજે આઠ વર્ષનો બાળક મળી આવ્યો છે જે દિવ્યાંગ બાળક બોલી શકતો ના હોય જેથી પોલીસ બાળક પાસેથી કોઈ માહિતી મેળવી શકી નથી. હાલ પોલીસે બાળકનો કબજો લઈને તેના વાલી વારસની શોધ ચલાવી છે તેમજ આ બાળક વિષે કોઈ પાસે માહિતી હોય તો એ ડીવીજન પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.