મોરબી : મોરબીના લક્ષ્મીનગર નજીક ઉભેલા ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ રાજસ્થાનના રહેવાસી છીત્તરલાલ પ્રેમલાલ ગુજ્જર નામના ટ્રક ચાલકે લક્ષ્મીનગર નજીક રોડથી નીચે સાઈડમાં તેમનો ટ્રક નં આરજે ૨૬ જીબી ૦૬૬૧ પાર્ક કર્યો હતો. ત્યારે હીરો હોન્ડા મો.સા. નં જીજે ૦૩ બી કે ૫૯૫૪ના ચાલક રવિરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (ઊવ ૩૦) રહે. શક્તિનગર (રવાપર નદી) તા. મોરબી વાળાનું બાઈક ટ્રક પાછળ ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં રવિરાજસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું.