મોરબી:આજે મોરબીના લાતીપ્લોટ શેરી નંબર ૬માં આવેલ ઇલેક્ટ્રોપ્લેટિંગ યુનિટમાં શોર્ટસર્કિટને કારણે આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી,જો કે સદનસીબે કારખાનામાં કોઈ વ્યક્તિ હાજર ન હોય કોઈ જાનહાની થવા પામી નથી. જાણવા મળતી વિગતો મુજબ મોરબી લાતીપ્લોટ શેરી નંબર ૬ માં આવેલ જગદંબા ઇલેક્ટ્રોપ્લેટ નામના કારખાનામાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી અને તેમાં ગેસનો બાટલો લીક થતા ભયાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં તુરત જ ફાયર બ્રિગેડ ના હર્ષદ પટેલ ,સલીમભાઇ નોબે, રવિભાઈ, હકેશભાઈ સહીત ની ટીમ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. દરમિયાન કારખાના માલિકના જણાવ્યા મુજબ તેઓ પાણી ભરવા માટે બહાર નીકળ્યા બાદ આ ઘટના ઘટી હતી,સદનસીબે આગ લાગી ત્યારે કોઈ વ્યક્તિ કારખાનામાં હાજર ન હોય કોઈ જાનહાની થઈ નથી. વધુમાં આગને કારણે કારખાનાની મશીનરી બળીને ખાખ થઈ જવા પામી હતી અને લાખનું નુકશાની થવા પામી હોવાનું બહાર આવ્યું છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='11405,11406,11407,11408,11409,11410,11411']