મોરબી : મોરબીના લાલપર ગામની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના લાલપર ગામના રહેવાસી રેખાબેન રબારી (ઊવ ૨૩) નામની પરિણીતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ શૈલેશભાઈ રબારી, સસરા રમેશભાઈ જગરામભાઈ તેમજ સાસુ દેવીબેન રમેશભાઈ સહિતનાઓએ પરિણીતાને ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજારે છે પોલીસે પરિણીતાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.