મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર અજાણ્યા વાહન ચાલકે પરપ્રાંતીય પ્રૌઢને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ લખધીરપુર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે પરપ્રાંતીય પ્રૌઢનું મોત થયું હતું જેમાં ફરિયાદી વિશુ પ્રતાપસિંહ ઠાકુરે પોલીસમાં અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે જયકુમારરાય ઉ.૫૫ નામના પ્રૌઢને કોઈ અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારતા મોત નીપજ્યું હતું અને બાદમાં વાહનચાલક અકસ્માત બાદ નાસી છૂટ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.