મોરબી : મોરબી તાલુકાના ઝીકિયારી ગામે કૌટુંબિક મહિલા વિશે ઘસાતું બોલવા અને બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી જતા મામલો તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા અનિલભાઇ દલાભાઈ સોલંકીને મોહન ચકુ, વિકી ચકુ, લાલો મોહન, અને ચકુ કેશા નામના આરોપીઓએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મહિલા વિશે ઘસાતું બોલતા આ મારમારીનો બનાવ બન્યો હતો, ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.