મોરબી : મોરબીના જેતપર રોડ પર કારખાનાના ઉપરના ભાગે કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જેતપર રોડ પર આવેલ અન્ટીલા સિરામિક એકમમાં બપોરના સુમારે કારખાનામાં શેડના ઉપરના ભાગે કામ કરી રહેલ સલીમભાઈ હાસમભાઈ સુમરા (ઉ.૩૫) રહે-વિસીપરા વાળા ઉપરથી નીચે પડ્યા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.