મોરબી : મોરબીના ગાળા ગામના આગેવાનોએ વૃક્ષોનું વાવેતર કરી ગામને હરિયાળું બનાવવાનો પ્રેરક પ્રયાસ હાથ ધર્યો છે. ગાળા ગામના આગેવાનો ચતુરભાઈ કુંડારીયા, ભગવાનજીભાઈ કાચરોલા, મુકેશભાઈ કુંડારીયા (સેગમ સીરામીક) તથા અશોકસિંહે મળીને ગાળા - સાપર રોડ ઉપર આવેલ મારુતી કોમ્પલેકસની બાજુમા ૪૨ વૃક્ષોનુ વાવેતર કરીને પયાઁવરણનુ જતન કરવામાં સહભાગી બન્યા છે.