સરકારી કર્મચારીઓના પગાર,પેંશનના અસંખ્ય ખાતા હોવા છતાં ખોબા જેવડું બિલ્ડીંગ:બેન્ક ખાતા ધારકો મુશ્કેલીમાં મોરબી:મોરબી શહેરના પરાબજારમાં આવેલ દેના બેંકમાં સેંકડો ખાતા ધારકો હોવા છતાં બેંકના અધિકારીઓ દ્વારા ગીચ ટ્રાફિકમાં આવેલ વિચિત્ર સુવિધા વગરનું બિલ્ડીંગ બેન્ક માટે પસંદ કરવામાં આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાતા આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ઉચ્ચકક્ષાએ રાજુઆત કરી આ બિલ્ડીંગ કોણે પસંદ કર્યું તે મામલે તપાસ માંગવામાં આવી છે. મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ મોરબીના પરાબજારમાં આવેલી દેના બેંકના ખાતા ધારકોને પડી રહેલી પારાવાર મુશ્કેલીના ઉકેલ માટેનો પ્રશ્ન હાથ ઉપર લઇ બેંકની ગ્રાહકો પ્રત્યેની ઉદાસીનતા સામે સવાલ ઉઠાવ્યો છે. મોરબી નગરપાલિકાના કર્મચારીઓથી લઈ અનેક સરકારી કર્મચારીઓને પગાર અને પેન્શન ખાતાઓ હોવા ઉપરાંત વેપારીઓના ખાતા પણ આ બેન્કમાં હોવા છતાં બેંકના અધિકારીઓ દ્વારા જ્યાં પારાવાર ટ્રાફિક રહે છે અને ખાણીપિણીની લારીઓના જમાવડા વચ્ચેથી ગ્રાહકોને પીસાઈને જવું પડે તેવું બિલ્ડીંગ પસંદ કર્યું છે. વધુમાં અહીં પાર્કિંહની કોઈ સુવિધા ન હોવા ઉપરાંત બેંકની અંદર ફક્ત ૫૦ લોકો પણ ન જઈ શકે તેવી જગ્યા હોય ગ્રાહકોને અગવડતા ભોગવવી પડતી હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે. વધુમાં આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા બદનકના ઉચ્ચ અધિકારીઓ આવું વિચિત્ર બિલ્ડીંગ કેમ પસંફ કરાયું અને આ બિલ્ડીંગ પાસ કરનાર કોણ તે અંગે સવાલ ઉઠાવી તપાસની મંગ કરવામાં આવી છે.