તાલિમ વર્ગના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને આપ્યુ વિશેષ માર્ગદર્શન મોરબી : મોરબીના ભડિયાદ ગામે પારૂલ મહિલા પ્રગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત બહેનોના રોજગારલક્ષી તાલિમ વર્ગ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભ પ્રસંગે ઉપસ્થીત અધિકારીઓ અને અગ્રણીઓએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી ખટાણા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા , ગુજરાત માટીકામ કલાકારી બોડૅના ડાયરેક્ટર સુરેશભાઈ પ્રજાપતિ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, ભડિયાદ ગ્રામ પંચાયતના સરપંચ મંજુલાબેન, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, સંસ્થાના સંચાલક રંજનબેન ભાયાણીની ઉપસ્થિતિ રહી હતી. ઉપસ્થિત મહાનુભાઓએ બહેનોને વિવિધ પ્રકારની સરકારી રોજગારલક્ષી યોજનાઓની માહિતી આપી બહેનોને સ્વાવલંબી થઈ પગભર થવા માર્ગદર્શન આપ્યુ હતુ. ઉપરાંત બેંકેબલ યોજના અને લોન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમ વાંકાનેર ગુજરાત માટીકામ કલાકારી બોડૅ ના ડાયરેક્ટ સુરેશભાઈ પ્રજાપતિની યાદીમાં જણાવાયું છે. [gallery size='medium' td_select_gallery_slide='slide' ids='26774,26775']