૨૦ થી વધુ ભરવાડ શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ મોરબી : મોરબીના આંદરણા ગામે ગઈકાલે સામાન્ય બાબતમાં ૨૦થી વધુ ભરવાડ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ગામના ચારથી પાંચ લોકોને લાકડી-તલવાર લઇ હુમલો કરી ઇજા પહોંચાડતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે આંદરણામાં નવાપ્લોટ વિસ્તારમાં પાણીના ટાકા પાસે ઉભેલા કાનજીભાઈ ને વિનોદ ગોકળ,પંકજ ગોકળ સહિતના ૨૦ જેટલા લોકોએ કોઈ બાબતે બોલાચાલી કરી હતી અને બાદમાં ઠાકરશીભાઈ સહિતના ગામલોકને પણ ભરવાડ જ્ઞાતિના ટોળાએ એક સંપ કરી લાકડી,ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરી માથાના ભાગે ઇજા કરતા આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં જમનભાઈ જીવરાજભાઈ આઘારા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે. વધુમાં ગ્રામજનો પર હુમલાના આ બનાવમાં પોલીસે વિનોદ ગોકળ,પંકજ ગોકળ, રાજુ ગોકળ, મંગા ખોડા,મંગા ઘેલા,ચના ભવન કાળું લધા, હરિ વાલા,કનું હમીર સહિતના ૨૦થી૨૫ લોકો સામે ગુન્હો નોંધ્યો છે. આ મામલે તાલુકા પોલીસ મથકના પીઆઇ તપાસ ચલાવી રહ્યા છે.