મોરબી : મોરબીના અમરેલી ગામે તાલુકા પોલીસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસને મળેલી બાતમીને આધારે અમરેલી ગામે દરોડો પાડી સ્ટ્રીટલાઈટના અજવાળે શક્તિ માતાના મંદિર નજીક જુગાર રમી રહેલા (૧) ધીરૂભાઇ નટુભાઇ જંજવાડીયા, (૨) બીપીનભાઇ લાલજીભાઇ થરેસા, (3) સુનીલભાઇ મનસુખભાઇ મોરવાડીયા (૪) ભરતભાઇ મહાદૈવભાઇ થરેસા (૫) જીતેન્દ્રભાઇ લાલજીભાઇ થરેસા (૬) રમેશભાઇ દેવકરણભાઇ જીંજવાડીયા, રહે.તમામ અમરેલી વાળાઓને કુલ રોકડા રૂ.૬૯૬૦ સાથે ઝડપી લીધા હતા. દરોડાની આ સફળ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, પો.કોન્સ.અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, ઉજવલદાન ગઢવી તથા શક્તિસિંહ જાડેજા સાહિતનાઓએ કરી હતી