વિશ્વશાંતિ માટે છેલ્લા ૧૦ વર્ષથી કરાતું આયોજન મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલ.ઇ.કોલેજ રોડ પાર આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વિશ્વશાંતિ માટે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરાયું હતું, આ તકે ૧૫૧ બ્રાહ્મણોને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષથી અગનેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે.