મોરબી : મોરબીના ભળિયાદ રોડ પર આવેલ એન. જી. મહેતા હાઈસ્કૂલની વર્ષ 1991ની બેચ દ્વારા ગુરુવંદના અને સ્નેહમિલન સમારંભનું આયોજન આગામી તા. 12 જાન્યુઆરીના રોજ બપોરે 3 કલાકે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોનું સન્માન કરવાનો તથા 1991ની બેચના મિત્રો સાથે ભૂતકાળની યાદગાર પળો વાગોળવાનો છે. કાર્યક્રમના અંતે સૌ સાથે મળી ભોજનનો આસ્વાદ માણશે. આ તકે 1991ની બેચના વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.