જો સોનુ ડાંગર વિરુદ્ધ પગલાં ન લેવાય તો જલદ કાર્યક્રમની ચીમકી મોરબી:ઇસ્લામ ધર્મના મહાન ધર્મગુરુ મહંમદ પયગમ્બર સાહેબ વિશે રાજકોટની કુખ્યાત સોનુ ડાંગર બેફામ અભદ્ર ભાષામાં વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાઇરલ કરતા મોરબી સુન્ની મુસ્લિમ સમાંજ દ્વારા આજે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક સોનુ ડાંગરની ધરપકડ કરવા માંગણી ઉઠાવી હતી. મોરબી સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ રફીકભાઈ લોખંડવાલાની આગેવાનીમાં આજે વિશાળ રેલી યોજી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું, આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કોમવાદી વલણ ધરાવતી રાજકોટની સોનુ ડાંગર દ્વારા મુસ્લિમ સમાજના સ્થાપક અને મહાન પયગંબર હજરત મહંમદ સાહેબ (સ.અ.વ)ની શાનમાં ગુસ્તાખી કરી બેફામ વાણી વિલાસ અને અભદ્ર વર્તન સાથેનો વિડીયો બનાવી સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી સુન્ની મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે,ત્યારે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિરુદ્ધ અભદ્ર અને બેફામ વાણી વિલાસ કરી સુન્ની મુસ્લિમ સમાજની લાગણી દુભાવતા સુન્ની મુસ્લિમ સમાજ માં ભારે આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠ્યો છે. આવી કોમવાદી હીન વિચારધારા ધરાવતી સોનુ ડાંગરે દેહમાં અશાંતિ ફેલાવી સુન્ની મુસ્લિમ સમાજમાં માં જન આક્રોશ પેદા કર્યો હોવાથી તેના વિરુદ્ધમાં તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં ભરી તેને પકડી પાડવા સુન્ની મુસ્લિમ સમાજની માંગણી છે. આવા તત્વો દેશની એકતા અને અખંડિતતા માટે ખતરારૂપ હોય આવા દેશદ્રોહી તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી થવી જરૂરી છે. જો આવા દેશદ્રોહી તત્વોને તાત્કાલિક ઝડપી લેવામાં નહિ આવેતો મોરબી સુન્ની મુસ્લિમ સમાજના સભ્યો દ્વારા જલ્દી કાર્યક્રમો અપાશે જેની તમામ જવાબદારી અધિકારીઓની રહીશે. [gallery td_select_gallery_slide='slide' size='medium' ids='11014,11015']