સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 43 જરૂરિયાતમંદ માતાઓને દત્તક લઈ દર મહિને નિયમિત રાશન પૂરું પાડવાનું ભગીરથ કાર્યમોરબી : મોરબીમાં કાર્યરત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છેલ્લા 2 વર્ષથી “Adoption of Maa” પ્રોજેક્ટ સફળતાપૂર્વક ચલાવવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સમાજની અસહાય અને જરૂરિયાતમંદ માતાઓને દર મહિને બેઝિક રાશન કિટ આપીને તેમની જીવનજરૂરિયાતો પૂર્ણ કરવામાં સહાય કરવામાં આવે છે.આ વર્ષે પણ સંસ્થાએ સેવા અને માનવતાના આ કાર્યને આગળ ધપાવતા વધુ 19 માતાઓને રાશન કીટ માટે દત્તક લીધી છે. આ સાથે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 43 માતાઓને મદદરૂપ થવાનું પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. આ તમામ દત્તક લેવાયેલી માતાઓને સમગ્ર વર્ષ દરમિયાન દર મહિને નિયમિત રીતે બેઝિક રાશન કિટ પૂરી પાડવામાં આવશે.મુસ્કાન વેલફેર સોસાયટીનો આ નિઃસ્વાર્થ પ્રયાસ સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવી રહ્યો છે તેમજ નિરાધાર અને જરૂરિયાતમંદ માતાઓ માટે આશાનું નવું કિરણ બન્યો છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MuskaanWelfareSociety #AdoptionOfMaa #SocialWork #Charity #RationKitDistribution #GujaratNews #MorbiNGO