અગાઉ 100 ચૂલાના વિતરણ બાદ વધુ 150 પરિવારોને મદદ પહોંચાડાઈ: સંસ્થા દ્વારા સેવાનું કાર્ય અવિરત ચાલુ રાખવાનો સંકલ્પમોરબી અપડેટ: મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ અંતર્ગત આજે જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગાઉ પણ સંસ્થાએ જરૂરિયાતમંદ પરિવારોની સ્થિતિને ધ્યાનમાં રાખીને 100 ચૂલાનું વિતરણ કર્યું હતું. આજે વધુ 150 ચૂલાનું વિતરણ કરી સમાજસેવાની આ યાત્રાને આગળ ધપાવવામાં આવી છે.આ સેવાકાર્યનો મુખ્ય હેતુ એવા પરિવારો સુધી મદદ પહોંચાડવાનો છે, જેઓ રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. રસોઈનો ચૂલો પરિવારને ભોજન પીરસવાની ખુશી અને આત્મસન્માન સાથે જીવન જીવવાની તક પૂરી પાડે છે. ચૂલા મેળવતા જરૂરિયાતમંદ પરિવારોના ચહેરા પર જોવા મળેલી ખુશી અને તેમના આશીર્વાદે મુસ્કાન વેલફેર સોસાયટીના સભ્યોને ભાવવિભોર કરી દીધા હતા.સમગ્ર વિતરણ કાર્ય ખૂબ જ વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે, કોઈપણ પ્રકારની અડચણ વિના સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. સંસ્થાનું માનવું છે કે સેવા માત્ર મદદ કરવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાનું નામ છે.આગામી દિવસોમાં પણ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આવી જ સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ માટે ડોનેશન આવકાર્ય છે. સહયોગ આપવા ઈચ્છુક દાતાઓ મોબાઈલ નંબર 90169 76954 પર સંપર્ક કરી શકે છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MuskanWelfareSociety #SocialWork #Charity #HelpingHands