પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી : બચાવ પક્ષે ધારદાર દલીલને પગલે એક દિવસના રિમાન્ડ મોરબી : મોરબી લીલાપર રોડ ઉપર ગરબી સમયે થયેલ મર્ડર કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓને આજે એ - ડિવિઝન પોલીસે ના.ચીફ.જ્યૂડી.મેજિસ્ટ્રેટ નાયક સાહેબ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડ સાથે રજૂ કર્યા હતા જેમાં બચાવપક્ષે એડવોકેટ દિલીપભાઈ અગેચણિયા તથા અશોક ખુમાને ધારદાર દલીલો કરતા તમામ આરોપીઓને નામદાર અદાલતે એક દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.