સામાકાંઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટી પાસે દબાણ મુદ્દે ચર્ચા થઈ : પદાધિકારીમાં એક માત્ર ધારાસભ્ય દેથરીયા રહ્યા હાજરમોરબી : મોરબી મહાનગરપાલિકાની પ્રથમ સંકલન બેઠક એક જ પ્રશ્નની ચર્ચા સાથે દસેક મિનિટની અંદર જ સંપન્ન થઈ હતી. આ વેળાએ એકમાત્ર પદાધિકારી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા.મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં આજે મહાપાલિકાની પ્રથમ સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એકમાત્ર સામાકાંઠે ભાગ્ય લક્ષ્મી સોસાયટીના દબાણનો પ્રશ્ન રજૂ થયો હતો. તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં આ બેઠકમાં પદાધિકારી તરીકે સાંસદ અને અન્ય ધારાસભ્યોની ગેરહાજરી રહી હતી. એકમાત્ર ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા હાજર રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે આ સંકલન બેઠકમાં અધિકારીઓ સાથે પરિચય કેળવવામાં આવ્યો હતો અને દબાણ હટાવ, ટ્રાફિક સહિતની કામગીરી વેગવંતી બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે આગામી સંકલન બેઠકમાં અનેક પ્રશ્નો લેવામાં આવશે.મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે પદાધિકારી દ્વારા મુકાયેલા પ્રશ્નના જવાબ ત્વરિત મળે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ પ્રથમ બેઠક હતી એક પ્રશ્ન ધારાસભ્ય દેથરીયા દ્વારા મુકવામાં આવ્યો હતો. આગામી બેઠક માટે 4થી 5 પ્રશ્નો મળ્યા છે.