ખામી ધરાવતી બિલ્ડીંગોને નોટિસ ફટકારાઈ: 3 FSPA અને 3 હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની અરજીઓ RFO કચેરી મોકલાઈમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા તા. 12/08/2026 થી 18/08/2026 દરમિયાન ફાયર સેફ્ટી અને પ્રિવેન્શન સંદર્ભે કરાયેલી કામગીરી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેરની એક શાળામાં 115 જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ફાયર પ્રિવેન્શન અંગેની તાલીમ આપવામાં આવી હતી.આ કામગીરી દરમિયાન ફાયર શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલેશનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ખામી કે અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી હતી અને જરૂરી ફાયર સેફ્ટી ગાઇડલાઇન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત મળેલ 3 ફાયર સેફ્ટી પ્લાન એપ્રુવલ (FSPA) અને 3 હંગામી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ માટેની અરજીઓ આર.એફ.ઓ. (RFO) કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે. મોરબીમાં નાગરિકો ફાયર સેફ્ટી વિશે માહિતગાર થાય, ફાયર સાધનોનો સાચો ઉપયોગ શીખે અને કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક અગ્નિશમન શાખાનો સંપર્ક કરીને મોટી દુર્ઘટના કે જાન-હાનિ નિવારી શકાય તે માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોઈપણ પ્રકારની આગ કે દુર્ઘટના સમયે મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસ લેન્ડલાઇન નંબર: (02822) 230050 તેમજ ઇમરજન્સી હેલ્પલાઇન: 101 અથવા 112નો સંપર્ક કરી શકાય છે. તેમ ફાયર વિભાગની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiFireBrigade #FireSafety #MorbiNews #MMC