મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. નગરજનો હવે કચેરીના ધક્કા ખાવાને બદલે ઘરબેઠા ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે અત્યાર સુધીમાં રૂ. 3 કરોડથી વધુનો મિલકત વેરો ઓનલાઈન ભરાયો છે.ટેકનોલોજીથી સમયની બચત, વેરા વસૂલાતમાં તેજી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચરણમાં જ નાગરિકોના સમયનો બગાડ અટકાવવા વેબસાઈટ અને એપ લોન્ચ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, મિલકત વેરો ભરવાની ઓનલાઈન સેવા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં નગરજનોએ કુલ રૂ. 3,38,38,591 ની રકમ મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટના માધ્યમથી ભરપાઈ કરી છે.ફરિયાદ નિવારણમાં પણ મોબાઈલ એપ મોખરે માત્ર વેરો જ નહીં, પણ શહેરની સમસ્યાઓ વાંચા આપવા માટે પણ લોકો ડિજિટલ પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. મહાનગરપાલિકામાં અત્યાર સુધીમાં કુલ 14,316 ફરિયાદો નોંધાઈ છે. છેલ્લા ચાર મહિનામાં જ અંદાજિત 4,926 ફરિયાદો મોબાઈલ એપ દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદોમાંથી મહત્તમ પ્રશ્નોનો પાલિકાની વિવિધ શાખાઓ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.મહાનગરપાલિકાનો અનુરોધમોરબી મહાનગરપાલિકાના ICT વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે, વેબસાઈટ અને એપ પર જરૂરી તમામ હેલ્પલાઈન નંબરો પણ ઉપલબ્ધ છે. નાગરિકો કચેરીએ આવવાને બદલે ઓનલાઈન સેવાઓનો વધુ પડતો ઉપયોગ કરે તેવો મહાનગરપાલિકાનો આશય છે.