મોરબી : બિપોરજોય વાવાઝોડાને લઈને ભારે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આ ખતરાને ધ્યાને રાખીને અગમચેતીના ભાગરૂપે મોરબી શહેરમાંથી પાલિકા દ્વારા ભયજનક હોર્ડિગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરમાંથી 35 જેટલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જાગૃત નાગરિકો દ્વારા 30 જેટલા હોર્ડિંગ્સ દુર કરવામાં આવ્યા છે. મોરબીના બસ સ્ટેશન 7 થી 8 હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે. આ ઉપરાંત સરદારબાગ વિસ્તારમાં અને પુલ પર લગાવાયેલા જોખમી હોર્ડિંગ્સ પાલિકા દ્વારા ઉતારવામાં આવ્યા છે.