પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત પાલિકાની કાર્યવાહી : ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો ચોમાસા ટાણે જ બન્યા નિરાધાર મોરબી : મોરબી પાલિકાએ પ્રિ મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત આજે પાડા પુલ નીચે આવેલી ઝૂંપડપટ્ટીમા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 15 થી વધુ ઝુંપડાઓ હટાવવામાં આવ્યા છે. જેના કારણે ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો ચોમાસા ટાણે જ નિરાધાર બની ગયા છે. હાલ ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી જોરશોરથી ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત પાલિકા દ્વારા ત્રણ દિવસ પૂર્વે પાડા પુલ નીચે આવેલા ઝુંપડાધારકોને નોટીસ આપીને ત્રણ દિવસમાં ઝૂંપડાઓ હટાવી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસ બાદ પણ ઝુંપડાધારકોએ પોતાના ઝુંપડા હટાવ્યા ન હોવાથી પાલિકાની ટીમે આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 15થી વધુ ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે હવે ચોમાસાને વેઢે ગણ્યા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પાલિકાએ ઝૂંપડાઓ હટાવી લેતા ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારોનો આશરો છીનવાઈ ગયો છે. હવે ચોમાસામાં તેઓ કયા રહેશે તેની ચિંતા જોવા મળી રહી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne