11 માસના કરાર આધારિત કાયમી રીતે મુકાયેલા ચીફ ઓફિસર એક માસની રજા ભોગવીને રાજીનામુ આપી દેતા લોકપ્રશ્નો ટલ્લે ચડ્યા મોરબી : મોરબી નગરપાલિકા કાયમી ચીફ ઓફિસરના અભાવે ધરી ધોરી વગરની થઈ ગઈ છે.છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જથી ગાડું ગબડાવ્યા બાદ થોડા સમય પહેલા 11 માસના કરાર પર ચીફ ઓફિસર મુકાયા હતા.પણ તેઓ ફરજ સાંભળ્યાના બે દિવસમાં એક માસની રજા પર ઉતરી ગયા હતા.હવે રજા પુરી થયા બાદ તેમણે ચીફ ઓફિસર તરીકે રાજીનામું આપી દેતા નગરપાલિકાના તમામ કામો ઠપ્પ થઈ ગયા છે. સોરાષ્ટ્ની સૌથી મોટી મોરબીની નગરપાલિકાનો વહીવટ કાયમી ચીફ ઓફિસરના અભાવે ખાડે ગયો છે.છેલ્લા ઘણા સમયથી આવડી મોટી નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરની નિમણુક કરાઈ જ નથી. ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી જ ગાડું ગબડાવવા આવે છે.આવી સ્થતી વચ્ચે થોડા સમય પહેલા 11 માસના કરાર આધારિત ચીફ ઓફિસરની નિમણુક કરવામાં એવી હતી.આ ચીફ ઓફિસરને મોરબી પાલિકાના કામમાં જાણે રસ જ ન હોય તેમ તેઓ એક બે દિવસ પાલિકામાં કામ કર્યા બાદ એક માસની રજા ઉપર ઉતરી ગયા હતા.તેથી તેમની જગ્યાએ હળવદના ચીફ ઓફિસર સાગર રડીયાને મોરબી પાલિકનો એક માસનો ચાર્જ આપવામાં આવ્યો હતો.તેથી હવે તેમનો એક માસનો ચાર્જ પણ પૂરો થઈ ગયો છે. બીજી તરફ એક માસની રજા પર ઉતરેલાં ચીફ ઓફિસર ગતતા 18ના રોજ હાજર થઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.તેથી મોરબી પાલિકા ઘણી ધોરી વગરની થઈ ગઈ છે.ચીફ ઓફિસરના અભાવે વહીવટી કામોની સહી થતી નથી અને પાલિકાના વહીવટી કામો ઠપ્પ થઈ ગયા છે.તેમજ પ્રજાકીય પ્રશ્નો પણ ખોરંભે ચડ્યા છે.તેથી આ પરિસ્થિતિને ધ્યાને લઈને ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news