શુકવારે પાંચ નવા વાહનોનું લોકાર્પણ કરીને ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ કરાશેમોરબી : મોરબી નગરપાલિકાએ કચરા કલેક્શન માટે નવા પાંચ વાહનો એટલે ટ્રેકટર વસાવ્યા છે. ચારથી પાંચ મહિના પહેલા કચરા કલેક્શન યોગ્ય રીતે થતું ન હોવાથી નવા વાહનો માટે દરખાસ્ત કરવામાં આવી હતી. શુકવારે પાંચ નવા વાહનોનું લોકાર્પણ કરીને ડોર ટુ ડોર કચરા કલેક્શન શરૂ કરાશે.મોરબી પાલિકા દ્વારા અગાઉ ડોર ટુ ડોર કચરા ક્લેકશનનો કોન્ટ્રાકટ રદ કરી દેતા ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા હતા. પાલિકા પાસે જુના વાહનોનું રીપેરીંગ કરીને કચરા કલેક્શન કરાતું હતું. ત્યારે હવે પાંચ નવા વાહનો આવી જતા કચરા કલેક્શન વ્યવસ્થિત રીતે થશે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ જણાવ્યું હતું કે, અત્યારે કચરા કલેક્શન માટે છ વાહનો પાલીકાના અને 7 વાહનો કોન્ટ્રાકટ બેઇઝ ઉપર ચાલે છે. કુલ 13 વાહનો છે. બે સ્પોટ કલેક્શન માટે અને બાકી ડોર ટુ ડોર કલેક્શન માટે કાર્યરત છે. જો કે કચરા કલેક્શન માટે વાહનો ઓછો પડતા હોવાથી આ વાહનો મંગાવવામાં આવ્યા છે. હવે 16 વાહનોથી કચરા ક્લેશન થશે. અને આગામી શુક્રવારે તેનું લોકાર્પણ કરીને ડોર ટુ ડોર કામગીરીમાં મુકવામાં આવશે.