મોરબી : મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 520એ પહોંચી ગયો છે. હજુ પણ સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકાના કારોબારી ચેરમેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી, ગઈકાલે કોરોબારી ચેરમેનની ચેમ્બર તથા આખી નગરપાલિકાના બિલ્ડીંગમાં સેનેટાઇઝિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આમ, નગરપાલિકાના કર્મચારી કોરોનાગ્રસ્ત થતા નગરપાલિકાએ સાવચેતીના પગલાં લીધા હતા.