મોરબી : મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા મોરબી શહેરના તમામ વિસ્તારોમાં લાઈટો ચાલુ કરવામાં આવેલ છે. અને મુખ્ય રસ્તાઓ તેમજ મુખ્ય સર્કલો પર હાઈમાસ્ટ પોલની લાઈટો ચાલુ કરીને રસ્તાઓ અને મુખ્ય ચોરહાઓ વ્યવસ્થિત કરવામાં આવ્યા છે. આ ચોરહાઓ મોરબી શહેર પ્રત્યેની એક મહત્વની ભૂમિકાઓ પુરી પાડે છે. જેને અનુલક્ષીને મોરબી મહા નગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખામાં તા. 25-8-2025 સુધીમાં ટોટલ 5110 ફરિયાદ નોંધાયેલી છે. જેના પૈકી 4649 ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું છે. બાકી રહેલી તમામ ફરિયાદોનું પણ નિવારણ લાવી શકાય તે મુજબ તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકામાં ઇલેક્ટ્રિક શાખામાં ફરજ નિભાવતા તમામ કર્મચારીઓને સેફટી કીટ પણ આપવામાં આવી છે. આ સેફટી કીટ પહેરીને સ્થળ પર કામ કરવા માટે જઈ તે મુજબની સૂચના અને પગલાંઓ હાથ ધરવામાં આવેલ છે.