શહેરના 90,300 મિલકત ધારકો પૈકી 25,366 આસામીઓએ વેરો ચૂકવ્યો : કરદાતાઓને રૂ.34 લાખનો રિબેટનો લાભ મળ્યોમોરબી : મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ વેરા વસુલાત વેગવાન બની છે. ચાલુ નાણાકીય વર્ષમાં મહાનગર પાલિકાએ નવા વર્ષના પ્રારંભ સાથે જ તમામ મિલકત ધારકોને માંગણા નોટિસો ઇશ્યુ કરી દઈ દસ ટકા રિબેટ યોજનાનો લાભ આપતા છેલ્લા છ મહિનામાં જ 90,300 પૈકી 25,366 લોકો પોતાનો વેરો ચૂકવી દેતા મહાનગર પાલિકાને વેરા વસુલાત પેટે રૂપિયા 15.50 કરોડની આવક થઈ હતી. કોર્પોરેશન દ્વારા નિયમિત કરદાતાઓને આ વર્ષ 34 લાખથી વધુનો રિબેટ લાભ આપ્યો છે.મોરબી મહાનગર પાલિકાની વેરા વસુલાત શાખાના સતાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં રહેણાંક અને કોમર્શિયલ મળી કુલ 90,300 મિલકતો આવેલ છે. નાણાકીય વર્ષ 2025 - 26મા તમામ મિલકત ધારકોને માંગણા નોટિસ બજાવવામાં આવતા નિયમિત કરદાતાઓએ રિબેટ યોજનાનો લાભ લઇ પ્રમાણિક પણે પોતાનો ટેક્સ ચૂકવી દેતા મહાનગર પાલિકાને છ મહિનામાં જ 15.50 લાખ રૂપિયાની આવક થવા પામી છે.વધુમાં મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરમાં નવા ભળેલા શનાળા, ત્રાજપર, મહેન્દ્રનગર, ભડિયાદ અને માળીયા વનાળિયા સોસાયટી સહિતના નવા વિસ્તાર તેમજ જુના વિસ્તારના લોકોને મહાનગર પાલિકા કચેરી સુધી ધક્કો ન થાય તે માટે ક્લસ્ટર ઓફીસ પણ શરૂ કરી હોય લોકો ઘર નજીક ઓફીસમા પણ સરળતાથી વેરાની ચુકવણી કરી રહ્યા છે. નગર પાલિકાની તુલનાએ મહાનગર પાલિકા દ્વારા વેરા વસુલાત માટે કડક અને પારદર્શક કાર્યપદ્ધતિ અપનાવી હોવાથી મહાનગર પાલિકાના 66.50 કરોડના માંગણા સામે આ વર્ષ છ મહીનામાં જ 15.50 કરોડ રૂપિયા વસુલ થયા છે અને આ વર્ષે 30 કરોડથી વધુની વસુલાતનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.અત્યાર સુધીમાં મહાનગર પાલિકાએ કુલ ડિમાન્ડના 23 ટકા વસુલાત કરી હોવાનું જાહેર કરાયુ છે.લોકોને ઓનલાઈન સુવિધા મળતા વેરા વસુલાત વધીનગરપાલિકાના રાજમાં મોરબીમાં સામેથી વેરો ભરવા જતા નાગરિકોને પણ સુવિધા મળતી ન હતી ત્યારે મહાનગર પાલિકા શરૂ થતાં જ હાલમાં વેબસાઈટ, મહાનગર પાલિકાની એપ્લિકેશન ઉપર વેરો ભરવાની સુવિધા શરૂ થઈ હોવાથી લોકો આંગળીના ટેરવે પોતાની વેરાની જાણકારી મેળવી ઓનલાઈન માધ્યમથી પારદર્શક રીતે વેરો ચૂકવી રહ્યા છે.