પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ કાર્યવાહી : 8 કિલો પ્લાસ્ટિક જપ્તમોરબી : મોરબી મહાપાલિકા બન્યા બાદ તુરંત જ એક્શન મોડમાં દેખાઈ રહી છે. આજે સતત બીજા દિવસે ચેકીંગ હાથ ધરી પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ 35 વેપારીઓને દંડવામાં આવ્યા છે. મોરબી મહાપાલિકાના સ્ટાફ દ્વારા મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં ગઈકાલે ચેકીંગ ડ્રાઇવ હાથ ધર્યા બાદ આજે પણ સતત બીજા દિવસે નહેરૂ ગેટથી જુના બસ સ્ટેન્ડ સુધીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં દુકાનોમાંથી પ્રતિબંધિત 8 કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. 35 જેટલા વેપારીઓને રૂ.8500નો દંડ ફટકારવામાં આવ્યો છે.