11 માસના કરાર આધારિત હંગામી ધોરણે વિવિધ શાખાઓની જગ્યાઓ ભરવામાં આવશે મોરબી : મોરબી મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો માટે 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે 78 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોને મોરબી મહાનગરપાલિકા કચેરીએ સ્પીડ પોસ્ટના માધ્યમથી જરૂરી તમામ પ્રમાણપત્રો સહિત અરજી કરવા જણાવાયુ છે.● સેનેટરી ઈન્સ્પેકટર - 2 જગ્યાઅભ્યાસ : સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ અનુભવ : નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનો 2 વર્ષનો અનુભવ પગાર : રૂ.30,000● સેનેટરી સબ ઇન્સ્પેકટર - 13 જગ્યાઅભ્યાસ : સરકાર માન્ય ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ પગાર : રૂ.25,000● પ્લાનીંગ આસિસ્ટન્ટ - 4 જગ્યાઅભ્યાસ : બી.ઈ સિવિલ/બી.ટેક સિવિલ /બી.ઈ આર્કિટેકચરઅનુભવ : ટાઉન પ્લાનીંગને લગતી કામગીરીને લગતો 2 વર્ષનો અનુભવપગાર : રૂ. 35,000● સર્વેયર -13 જગ્યાઅભ્યાસ : ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ અનુભવ : 2 વર્ષપગાર : રૂ.25,000 ● કેડ ઓપરેટર - 3 જગ્યાઅભ્યાસ : આઈ.ટી.આઈ. સિવિલ ડ્રાફ્ટમેનનો બે વર્ષનો કોર્ષ અનુભવ : 3 વર્ષપગાર : રૂ.20,000 ● સિવિલ ઈજનેર - 4 જગ્યાઅભ્યાસ : બી.ઈ. સિવિલ અનુભવ : 2 વર્ષપગાર : રૂ.35,000 ● સિવિલ ઇજનેર - 8 જગ્યાઅભ્યાસ : ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ અનુભવ : 3 વર્ષપગાર : રૂ.30, 000● IT એક્સપર્ટ -1 અભ્યાસ : B.E/B.Tech-IT, M.E/M.Tech-IT, BCA/B.SC-IT, MCA/M.SC-ITઅનુભવ : 2 વર્ષપગાર : રૂ.30,000● વર્ક આસીસ્ટન્ટ -13 જગ્યાઅભ્યાસ : ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ -પગાર : રૂ.20,000 ● લીગલ ઓફિસર - 1 જગ્યા40 વર્ષથી નીચે ઉંમરઅભ્યાસ : લો ડીગ્રી / HSC બાદ 5 વર્ષનો લો કોર્સઅનુભવ : 2 વર્ષપગાર : રૂ.40,000● રીકવરી ઓફિસર - 10 જગ્યાઅભ્યાસ : B.COM/M.COMઅનુભવ : 2 વર્ષ પગાર : રૂ.20,000 ● ઓટો મોબાઈલ ઈજનેર -1 જગ્યાઅભ્યાસ : ડીપ્લોમાં ઇન ઓટો મોબાઈલઅનુભવ : 3 વર્ષ પગાર : રૂ.27,000 ● મિકેનીક -2 જગ્યાઅભ્યાસ : આઈ.ટી.આઈ. મીકેનીકનો કોર્ષ અનુભવ : 2 વર્ષપગાર : રૂ.20,000● લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર - 1 જગ્યાઅભ્યાસ : માન્ય યુનીવર્સીટીનું પશુધન નિરીક્ષક તાલીમ પ્રમાણપત્ર પગાર : રૂ.20,000 ● અર્બન પ્લાનર -1 જગ્યાઅભ્યાસ : સ્નાતક/ અનુસ્નાતક ડીગ્રી ઇન અર્બન પ્લાનિંગ અથવા રીજીયોનલ પ્લાનિંગ અથવા જીયોગ્રાફી પગાર : રૂ.50,000 ● અર્બન ડીઝાઇનર -1 જગ્યાઅભ્યાસ : સ્નાતક / અનુસ્નાતક ડીગ્રી ઇન અર્બન પ્લાનિંગ અથવા રીજીયોનલ પ્લાનિંગ અથવા જીયોગ્રાફી પગાર : રૂ.50,000શરતો આ પ્રમાણે રહેશે(૧) લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારોએ પોતાની અરજી જાહેરાત પ્રસિધ્ધ થયેથી તા.-૨૫-૦૨-૨૦૨૫ના સમય સાંજના ૬:૦૦ વાગ્યા સુધીમાં ડેપ્યુટી કમિશનર(વહીવટ), મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે ફકત સ્પીડ પોસ્ટ/ રજીસ્ટર પોસ્ટથી મોકલવાની રહેશે.દરેક ઉમેદવારે કવર/પરબીડીયા ઉપર પોતાનું નામ, મોબાઈલ નંબર અને e-mail id અને જે તે પોસ્ટ/જગ્યાનું નામ લખવાનું રહેશે. ૨) ઉમેદવારે પોતાની અરજી સાથે બાયોડેટા, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયા અંગેનુ પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, અનુભવ અંગેના પ્રમાણપત્રો(જો લાગુ પડે તો), તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઈઝનો ફોટો જેવા ડોક્યુમેન્ટ ની સ્વપ્રમાણીત નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે. (૩) ઈન્ટરવ્યુ માટેની તારીખ અને સમયની જાણ E-Maiઅને WhatsAppના માધ્યમથી કરવામાં આવશે. ઇન્ટરવ્યુ મોરબી મહાનગરપાલિકા -મોરબી, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે રાખવામાં આવેલ છે. (૪) તમામ ઉમેદવારોએ અરજીમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈ.ડી. અચુક લખવાનું રહેશે. ઈન્ટરવ્યુ અંગેની જાણ whatsapp અથવા Emall દ્વારા જ કરવામાં આવશે. અન્ય કોઈપણ પ્રકારે જાણ કરવામાં આવશે નહી. જો ઉમેદવાર હાજર નહી રહે તો કોઈપણ સંજોગોમાં બીજો સમય આપવામાં આવશે નહી અને તેમની ઉમેદવારી અંગે કોઈ દાવો સ્વીકારવામાં આવશે નહી.(૫) ફિકસ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા કે સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહી. (૬) મોરબી મહાનગરપાલિકા, ગાંધી ચોક, મોરબી-૩૬૩૬૪૧ તા.જી.મોરબી ખાતે ઈન્ટરવ્યુ સમયે ઉમેદવારોએ સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે. તથા ઇન્ટરવ્યુ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે. (૭) સદરહું ભરતી તદન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત રહેશે. (૮) ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઈન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. કોઇપણ પ્રકારની ભલામણ સ્વીકારવામાં આવશે નહી. આવું કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા કમિશનર, મોરબી મહાનગરપાલિકાને અબાધીત રહેશે. જે માટે કોઈપણ કારણો આપવામાં આવશે નહી.(૯) આ બાબતે ન્યાય ક્ષેત્ર મોરબી રહેશે.(૧૦) નિયત સમયમર્યાદા બાદ આવેલ કોઈ પણ અરજી દફતરે કરવામાં આવશે (૧૧) ઉમેદવારની નિમણુક બાબતે મહાનગરપાલિકાએ લીધેલ નિર્ણય સર્વેને બંધનકર્તા રહેશે.(૧૨) કોઈપણ ઉમેદવારની અરજી મંજુર કે ના મંજુર કરવાના સર્વે હક્ક કમિશનર, મહાનગરપાલિકાને અબાધિત રહેશે.(૧૩) જો કોઇપણ સંવર્ગમાં ૩૦૦ થી વધુ અરજીઓ આવશે, તો સંબંધિત લાયકાતની ડીગ્રીની ટકાવારી ધ્યાને લઈ મેરીટ બનાવવામાં આવશે અને તેના આધારે ૩૦૦ અરજીઓ સુધીના ઉમેદવારોને જ ઈન્ટરવ્યુમાં બોલાવવામાં આવશે. જે નિર્ણય તમામ ઉમેદવારોને બંધન કર્તા રહેશે. તેમ નાયબ કમિશનર(વહીવટ)ની યાદીમાં જણાવાયું છે.