મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી વિગતોમોરબી : મોરબીમાં મહાપાલિકા તા.1 જાન્યુઆરી 2025ના રોજ કાર્યરત થઈ હતી. જેને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ એક વર્ષમાં મહાપાલિકાએ શું કામગીરી કરી અને હવે ભવિષ્યના શુ આયોજનો છે તે અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સંપૂર્ણ લેખા જોખા જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.------------------------------------------ રોડના કામો ● રૂ.10.38 કરોડના ખર્ચે કુલ 8.8 કિમિ લંબાઈના રોડના કામો પૂર્ણ કર્યા છે● રૂ.32.94 કરોડના 3 વાઈટ ટોપિંગ રોડ (7.5 કિમિ)● રૂ.266 કરોડના કુલ 3 બ્રિજની મંજૂરી મળેલ છે● રૂ.33.88 કરોડના 9.8 કિમિના રોડના કુલ 13 કામો હાલ પ્રગતિ હેઠળ છેભવિષ્યનું આયોજન :● રૂ.5.13 કરોડના ખર્ચે વીસી ફાટકથી અમરેલી રોડ● રૂ.7.61 કરોડના ખર્ચે લીલાપર રોડના વાઇડનિંગ સાથે ડામર રોડનું કામ● રૂ.7.50 કરોડના ખર્ચે શનાળા રોડથી બાયપાસ સુધી (છાત્રાલય રોડ) સી.સી.રોડનું કામ● રૂ.4.30 કરોડના ખર્ચે વેલનાથ ચોકથી નેશનલ હાઇવે સુધી રોડનું કામ● રૂ.4.06 કરોડના ખર્ચે નઝરબાગ ફાટકથી ભડિયાદ ગામ સુધી ડામર રોડનું કામ● રૂ.5 કરોડના ખર્ચે રબારી વાસ મેઈન રોડનું સીસી રોડ તથા બોક્સ કલ્વર્ટનું કામ● રૂ.11.98 કરોડના ખર્ચે નટરાજ ફાટકથી અરૂણોદય સર્કલ સુધી આઈકોનીક રોડ● રૂ.5.57 કરોડના ખર્ચે એસ.પી.રોડ કોર્નરથી આલાપ પાર્ક સોસાયટી સુધી આઈકોનીક રોડ● રૂ.4.25 કરોડના ખર્ચે સેન્ટમેરી ફાટકથી નવલખી ફાટક સુધી આઈકોનીક રોડ------------------------------------------ ભૂગર્ભના કામો● ભૂગર્ભ શાખા દ્વારા 6229 ફરિયાદો પૈકી 6191નો નિકાલ કરવામાં આવ્યો● ડીઆઈ પાઈપલાઈનના મોરબીના 190 કિમિ નેટવર્કના કામની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ● લાતી પ્લોટ વિસ્તારમાં 8741 મીટરનું સ્ટ્રોમ વોટર લાઈનનું કામ પૂર્ણ● મેનહોલ ફ્રેમ અને કવરની 2500 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો● વર્ધમાનથી આલાપમાં ડ્રેનેજ લાઈનનું કામભવિષ્યના આયોજનો● રૂ.5.37 કરોડના ખર્ચે લાતી પ્લોટમાં ડ્રેનેજ લાઈન● રૂ.63.44 કરોડના ખર્ચે જુદી જુદી જગ્યા પર સ્ટ્રોમ વોટર લાઇન● રૂ.15.57 કરોડના ખર્ચે પંચાસર વિસ્તારમાં વોટર નેટવર્કનું કામ● રૂ.21.14 કરોડના ખર્ચે સરદારબાગ વિસ્તારમાં વોટર નેટવર્કનું કામ● રૂ.19.99 કરોડના ખર્ચે મચ્છુ-2 ડેમ ખાતે 150 ઇન્ટેક વેલનું કામ● રૂ.16.53 કરોડના ખર્ચે ભૂગર્ભના પમ્પિંગ સ્ટેશનને STP સાથે જોડવાનું કામ● 40.47 કરોડના ખર્ચે પાનેલી તળાવ પાસે 25 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ------------------------------------------ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ● જાહેરમાં થુંકતા અને યુરીનેશન કરતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી● સફાઈની કામગીરી માટે 8 ટ્રેકટર, 2 બેક હો લોડર અને 2 ફ્રોન્ટ હો લોડર● 2 સેનેટરી ઇન્સ્પેકટર, 11 સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તથા 200 સફાઈ કામદારોની ભરતી તેમજ સેફટી ગિયર્સ અને ક્લિનિંગ ઇકવિપમેન્ટનું વિતરણ● 12 રોડ પર શ્રમદાન ફોર મોરબી કાર્યક્રમ● શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત રૂ.21,81,890નો દંડ વસુલ કરવામાં આવ્યો● શહેરી વિસ્તારમાં નાલા તથા તળાવની સફાઈ● શહેરી વિસ્તારમાં 100 ટકા ડોર ટુ ડોર કલેક્શન તથા તેનું ડિજિટલ મોનીટરીંગ કરવામાં આવ્યુભવિષ્યના આયોજન● શહેરી વિસ્તારમાં હયાત જાહેર શૌચાલયોની મરામત● શહેરી વિસ્તારમાં 5 જાહેર શૌચાલય બનાવવામાં આવશે● 2 નવા ટ્રાન્સફર સ્ટેશનનું ડેવલપમેન્ટ● લાલપર ડમ્પ સાઇટ ખાતે સાઇન્ટિફિક લેન્ડફિલ સાઇટનું ડેવલપમેન્ટ● ભીના, સૂકા તથા C&D વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટનું ડેવલોપમેન્ટ● શહેરી વિસ્તારમાં 5 એસ્પીરેશનલ ટોયલેટ ● શહેરી વિસ્તારમાં 15 GVP પોઇન્ટના નિકાલ● ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન, POI મારફત મોનીટરિંગ------------------------------------------ સિટી બ્યુટીશિયન અને ANCD ● આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ તથા 17 gvp દૂર કરવામાં આવ્યા● શહેરી વિસ્તારમાં કુલ 220 વિવિધ દિવાલો પર વોલ પેઇન્ટિંગનું કામ કરાયું● શહેરી વિસ્તારમાં કુલ ત્રણ વિવિધ જગ્યા પર બ્રિજના પેઇન્ટિંગનું કામ કરાયું● શહેરી વિસ્તારમાં શંકર આશ્રમ તથા કેસર બાગમાં બ્યુટીફિકેશન કરાયું ● લાલપર તથા રફાળેશ્વર ડમ સાઈડ પર એકત્ર થયેલ 2.35 લાખ ટન લેગસી વેસ્ટનો નિકાલ કરાયો ● 2000 જેટલા રખડતા પશુઓનું ટેગીંગ કરીને મોરબી અને રાજકોટ જિલ્લાની અલગ અલગ ગૌશાળાઓમાં અને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યાભવિષ્યના આયોજનો ● પંચાસર રોડ ખાતે દોઢ કરોડના ખર્ચે ડોગ શેલ્ટર● રખડતા કૂતરાઓનું રસીકરણ તથા ખસીકરણ માટેનું ટેન્ડર ● રૂ.1.43 કરોડના ખર્ચે રખડતા પશુઓ માટે નંદીઘર ફરીથી કાર્યરત કરાશે ● શહેરમાં બે નવા એનિમલ હોસ્ટેલ જેમાં એક નાની વાવડી ખાતે રૂ.1.29 કરોડના ખર્ચે તથા બીજું સબજેલ પાસે રૂ.1.31 કરોડના ખર્ચે બનાવાશે● શહેરમાં તમામ ઇએસઆરના પેઇન્ટિંગનું કામ કરાશે------------------------------------------ ગાર્ડન વિભાગ● રૂ.12 કરોડના ખર્ચે શનાળા લેક બ્યુટીફીકેશન ● રૂ.1.27 કરોડના ખર્ચે નાની વાવડી ખાતે અર્બન ફોરેસ્ટ● રાણી બાગનું રૂ.2.71 કરોડના ખર્ચે રીનોવેશન● જન કલ્યાણનગર ગાર્ડન રૂ.2.40 કરોડ ખર્ચે બનાવાશે● સરદારબાગનય રૂ.1.03 કરોડના ખર્ચે આધુનિકીકરણ● રૂ.75 લાખના ખર્ચે ભક્તિનગર ગાર્ડન અને મોહનબાગ બનાવાશે● કેસરબાગનું રૂ.3.61 કરોડના ખર્ચે કામ શરૂ● શંકર આશ્રમનું રૂ.2.47 કરોડના ખર્ચે રીનોવેશન શરૂ● સૂરજબાગનું રૂ.2.15 કરોડના ખર્ચે રીનોવેશન શરૂ------------------------------------------ફાયર વિભાગ● રૂ.12.87 કરોડના ખર્ચે નવા 7 ફાયર વહીકલની ખરીદી કરવામાં આવી છે જે ટૂંક સમયમાં ડીલીવર થશે.● 13.78 કરોડના ખર્ચે મહેન્દ્રનગર ખાતે મોડલ ફાયર સ્ટેશન સાથે 15 કરોડના ખર્ચે અમરેલી, 11.30 કરોડના ખર્ચે શનાળા તથા 10.04 કરોડના ખર્ચે એસપી રોડ પર નવા ફાયર સ્ટેશનના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે● ૧.૧૫ કરોડના ખર્ચ સુધારા શેરી ખાતે હયાત ફાયર સ્ટેશનનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.● ફાયર અવેરનેસ, ટ્રેનિંગ, પીરીયોડીક ઇન્સ્પેક્શન સહિતની કામગીરી નિયમિત કરવામાં આવે છે.------------------------------------------આઇસીટી તથા હાઉસ ટેક્સ...