ઉમેદવારો દ્વારા ચૂંટાયા બાદ પ્રજાલક્ષી કામો કરવાની અને પાયાના 7 પ્રશ્નો ઉકેલવાની ખાતરી સાથે ડોર ટુ ડોર જન સંપર્ક મોરબી : મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા વોર્ડ નંબર 5 માંથી ઉમેદવારી કરવામાં આવી છે. તેમણે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે. છેલ્લા 2 થી 3 દિવસથી પુષ્પરાજસિંહ સહિતના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. લોકો પાસે જઈને તેઓ ભવિષ્યમાં શું કામ કરવાના છે તેની એક પત્રિકા બનાવી છે, જે લઈને તેઓ લોકો સમક્ષ જઈ રહ્યા છે. વોર્ડ નંબર 5 ની કોંગ્રેસની પેનલમાં અમિત ભોજવીયા, પુષ્પરાજસિંહ જાડેજા, મંજુલાબેન પરમાર અને વિજયાબેન મકવાણાનો સમાવેશ થાય છે. કોંગ્રેસની આ પેનલ દ્વારા 'મોરબી કોંગ્રેસનું કમિટમેન્ટ' અંતર્ગત 7 મુખ્ય મુદ્દાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. પત્રિકામાં દર્શાવ્યા મુજબ ઉમેદવારો દ્વારા નીચે મુજબના કામો કરવાનો વાયદો કરાયો છે:● રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થા: સમગ્ર શહેરમાં સર્વે કરી રસ્તાઓ, ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગની રૂપરેખા તૈયાર કરવામાં આવશે.● પીવાનું પાણી અને ગટર રચના: દરેક ઘરમાં શુદ્ધ પીવાનું પાણી, બંધ પડેલા ફિલ્ટર પ્લાન્ટનું નવીનીકરણ અને બહુમાળી ઈમારતોમાં પૂરતા ફોર્સથી પાણી અપાશે.● પાણી ભરાવ સામે એક્શન પ્લાન: નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં ભરાતા પાણીના નિકાલ માટે નવી સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવશે.● સખી મંડળને પ્રોત્સાહન: મહિલાઓને ગૃહઉદ્યોગ અને હસ્તકલાના વ્યવસાય દ્વારા પગભર બનાવવા 'વિકલી મહિલા બજાર' માટે જગ્યા ફાળવાશે.● આરોગ્ય અને શિક્ષણ: વોર્ડ દીઠ 'સ્માર્ટ ક્લિનિક' શરૂ કરાશે, જ્યાં એક્સ-રે, બ્લડ ટેસ્ટ, CT સ્કેન વગેરેની સુવિધા વિનામૂલ્યે અપાશે.● સ્વચ્છતા અને પર્યાવરણ: 'ઝીરો વેસ્ટ સિટી' ના લક્ષ્ય સાથે ડોર-ટુ-ડોર કચરા કલેક્શન અને મચ્છુ નદીનું શુદ્ધિકરણ કરી રિવરફ્રન્ટ બનાવાશે.● સુરક્ષા અને સુવિધા: સ્ટ્રીટ લાઈટમાં 100% LED નો ઉપયોગ અને શ્રમિકો માટે 'શ્રમિક રત્ન હેલ્પલાઈન' શરૂ કરવામાં આવશે.#MorbiUpdate #MorbiNews #MorbiCongress #WardNo5 #PushparajsinhJadeja #MorbiElections #GujaratPolitics