ભાજપના ઉમેદવાર ભાવેશભાઇ કંઝારીયા, ગણેશભાઇ ડાભી, સોનલબેન બાવરવા અને અલ્પાબેન કંજારીયા વિજેતામોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટીનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. પ્રાપ્ત પરિણામો મુજબ, વોર્ડ 1 અને 5 માં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે વોર્ડ 10 માં પણ ભાજપના ચારેય ઉમેદવારોની પેનલ વિજેતા જાહેર થઈ છે. આ વોર્ડમાં કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોને હરાવીને ભાજપે પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.વોર્ડ 10 માં વિજેતા થયેલા ભાજપના ઉમેદવારો● ભાવેશભાઇ અરજણભાઇ કંઝારીયા● ગણેશભાઇ નાનજીભાઇ ડાભી● સોનલબેન પ્રફુલભાઇ બાવરવા● અલ્પાબેન રોહિતભાઇ કંજારીયા#Morbi #MorbiUpdate #MorbiElections #Ward10 #BJP #ElectionResults #MorbiNews