BBAની ડિગ્રી ધરાવતા અને સિરામિક ટ્રેડિંગ વ્યવસાય સાથે જોડાયેલા ભગીરથ બરાસરા નાની ઉંમરથી જ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા : કોરોના સહિતના કપરા સમયમાં તેઓએ મુક સેવક તરીકે નોંધનીય કાર્ય કર્યુંમોરબી: મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આગામી 26 એપ્રિલ 2026 ના રોજ પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે. શહેરના અસરકારક અને સમતોલ વિકાસ માટે ભાજપ સંગઠને શિક્ષિત અને હકારાત્મક વિચાર ધરાવતા યુવાનોને નેતૃત્વ સોંપવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે સામાકાંઠાના અગત્યના એવા વોર્ડ નંબર 5 માંથી ભાજપના ઉમેદવાર તરીકે 34 વર્ષીય યુવા અને ઉત્સાહી ઉમેદવાર ભગીરથ મનસુખભાઈ બરાસરાની પસંદગી કરવામાં આવી છે.પરિવારમાંથી મળ્યો સેવાનો વારસોભગીરથ બરાસરા વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણી, ભાજપના પૂર્વ કાઉન્સિલર અને મોરબી નગરપાલિકાના પૂર્વ ચેરમેન મનસુખભાઈ બરાસરા (જેઓ સર્વ સમાજમાં 'મનુકાકા' ના હુલામણા નામથી જાણીતા છે) ના પુત્ર છે. પ્રજાપતિ સમાજ સહિત સમગ્ર મોરબીમાં આ પરિવાર પ્રતિષ્ઠિત કુટુંબ તરીકેની ઓળખ ધરાવે છે. પરિવારમાં ડોક્ટર, શિક્ષક, પત્રકાર અને બિઝનેસમેન સહિતના લોકો જોડાયેલા છે, ત્યારે ભગીરથ બરાસરાને ગળથૂથીમાંથી જ સેવાનો વારસો મળ્યો છે.ઉચ્ચ શિક્ષણ અને સમાજ સેવાBBA ની ઉચ્ચ ડિગ્રી ધરાવતા અને સિરામિક ટ્રેડિંગ વ્યવસાય સાથે જોડાયેલા ભગીરથ બરાસરા નાની ઉંમરથી જ અનેક સંસ્થાઓ સાથે જોડાઈને સમાજ સેવા કરી રહ્યા છે. કોરોનાની મહામારીના કપરા સમયે પણ તેઓએ લોકોની પડખે રહીને એક મૂક સેવક તરીકે નિઃસ્વાર્થ ફરજ બજાવી હતી. તેમની સચોટ નિર્ણય શક્તિ, હકારાત્મક અભિગમ અને નિખાલસ સ્વભાવના કારણે તેઓ દરેક સમાજમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે અને લોકોના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે હંમેશા તત્પર રહે છે.વોર્ડ નંબર 5 ના વિકાસ માટેનું આયોજનવોર્ડ નંબર 5 ની પ્રગતિ માટે તેમણે નક્કર આયોજન તૈયાર કર્યું છે. રસ્તા, પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને પાયાની તમામ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાની સાથે વોર્ડને મોરબીનો આદર્શ વોર્ડ બનાવવાનો તેમનો સંકલ્પ છે. વિસ્તારમાં કોમ્યુનિટી હોલ, આધુનિક આરોગ્ય કેન્દ્ર, સારી સરકારી શાળા અને બાગ બગીચા સહિતની સુવિધાઓના વિકાસકામોને પ્રાથમિકતા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.આગામી 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 5 ના તમામ જાગૃત મતદારોને વિકાસની આ યાત્રાને વધુ વેગવંતી બનાવવા શિક્ષિત યુવા ઉમેદવાર ભગીરથ મનસુખભાઈ બરાસરા સહિત ભાજપના ચારેય ઉમેદવારોને કમળના નિશાન પર મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી છે.*************************#MorbiUpdate #MorbiElection2026 #MorbiMahanagarpalika #WardNo5 #BJP #Morbi #GujaratElection #MorbiNews