મોરબી : આગામી તારીખ 15 ઓગસ્ટ ને શુક્રવારના રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં સવારે 9 વાગ્યે મોરબી મહાનગરપાલિકા કચેરીના ટાઉન હોલના પટાંગણમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને મોરબી મહાનગરપાલિકાના નાયબ કમિશનર સંજયકુમાર સોની અને કુલદીપસિંહ વાળા દ્વારા આમંત્રણ પાઠવાયું છે.