13 વોર્ડની 52 બેઠકો માટે થશે ચૂંટણી, દરેક વોર્ડમાં બે બેઠકો એટલે કે કુલ 26 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે : અનુ.જાતિ માટે 4 અને પછાત વર્ગ 14 બેઠકો અનામત, 17 બેઠકો સામાન્ય હશેમોરબી : મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેરના વોર્ડનું સીમાંકન તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 52 બેઠક પૈકી 26 સ્ત્રીઓ માટે અનામત હશે. જ્યારે 4 અનુ.જાતિ માટે અને 14 પછાત વર્ગ માટે અનામત હશે. જ્યારે 17 સામાન્ય બેઠકો હશે. રાજ્ય ચૂંટણી આયોગે વોર્ડના સીમાંકન માટે જરૂરી માહિતી એકઠી કરી છે. ૨૦૧૧ની વસતી ગણતરીના છેવટના પ્રસિદ્ધ થયેલ આંકડા ધ્યાને લેતાં મહાનગરપાલિકાની કુલ વસતી ૨,૬૭,૭૨૪ આવે છે. જાહેરનામા પ્રમાણે મહાનગરપાલિકાને ૧૩ વોર્ડમાં વહેચવામાં આવી છે. તેથી વોર્ડની સરેરાશ વસતી ૨૦૫૯૪ની થાય છે. વધુમાં આયોગે વોર્ડની હદરેખા પણ નક્કી કરી છે. સાથે બેઠકોની ફાળવણી માટે પણ નિર્ણય કર્યો છે તેની સામે કોઈને વાંધો હોય કે સલાહ સૂચનો રજૂ કરવાના હોય તો ૧૦ દિવસમાં રાજ્ય ચૂંટણી આયોગ, સરદાર ભવન, બ્લોક નં.૯, ૬ઠ્ઠો માળ, સચિવાલય, ગાંધીનગરને પહોંચે તે રીતે મોકલી આપવાના રહેશે. જેની એક નકલ શહેર ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર, મોરબીને આપવાની રહેશે. મુદત પુરી થયા બાદ આવેલ સુચનો ધ્યાનમાં લેવામાં આવશે નહી.મોરબી મહાપાલિકાના કુલ ૧૩ વોર્ડ છે. દરેક વોર્ડની ચાર બેઠક મળી કુલ ૫૨ બેઠકો થાય છે. જેમાં દરેક બેઠકમાં બે એટલે કે કુલ ૨૬ બેઠક સ્ત્રી અનામત છે. અનુસૂચિત જાતિ માટે અનામતની બેઠકો ૪ (૨ બેઠક અનુ.જાતિ સ્ત્રી) છે. પછાત વર્ગ માટે અનામતની બેઠક ૧૪ (૭ બેઠકો પછાત વર્ગ સ્ત્રી) છે. આમ કુલ અનામત બેઠકો ૩૫ થાય છે. જ્યારે સામાન્ય બેઠકો ૧૭ છે. વોર્ડ વાઇઝ અનામત બેઠકોની વિગત નીચે મુજબ છે. ● વોર્ડ નં.1 ( વસ્તી 19606)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : સામાન્યબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.2 ( વસ્તી 23476)બેઠક -1 : પછાતવર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : અનુ.જાતિબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.3 ( વસ્તી 22282)બેઠક -1 : સામાન્ય સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.4 ( વસ્તી 21784)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : અનુ.જાતિબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.5 ( વસ્તી 22485)બેઠક -1 : અનુ.જાતિ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.6 ( વસ્તી 19349)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : સામાન્યબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.7 ( વસ્તી 21273)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : સામાન્યબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.8 ( વસ્તી 18988)બેઠક -1 : સામાન્ય સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.9 ( વસ્તી 19522)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : સામાન્યબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.10 ( વસ્તી 19151)બેઠક -1 : સામાન્ય સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.11 ( વસ્તી 20256)બેઠક -1 : સામાન્ય સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.12 ( વસ્તી 20154)બેઠક -1 : પછાત વર્ગ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય● વોર્ડ નં.13 ( વસ્તી 19398)બેઠક -1 : અનુ.જાતિ સ્ત્રીબેઠક -2 : સામાન્ય સ્ત્રીબેઠક -3 : પછાતવર્ગબેઠક -4 : સામાન્ય